શુ? તમને હરસ – મસા થયા છે, તેના માટે જાણો આ આયુર્વેદક ઉપચાર
હરસ એ એક વધારે કબજિયાતથી અથવા તો વધારે પડતો
તીખો ગરમ પદાર્થ ખાવાથી થતો રોગ છે. હરસના મુખ્ય બે પ્રકાર છે. એક પ્રકાર માં સોજો
અને દુઃખાવો થાય છે. બીજા પ્રકારમાં લોહી પડતું હોય છે. આ વધારે કષ્ટદયક બિમારી
છે. તેના આયુર્વેદમાં નીચે પ્રમાણેના ઉપચારો છે.
૧. એક વાટકી છાશમાં
લીમડાના શુદ્ધ તેલના ૭ ટીપાં નાખી પીવાથી રાહત થાય છે.
૨. અખરોટના તેલમાં રૂ ભીંજવી તેનું હરસની
જગ્યાએ ચારેક કલાક બાંધી રાખવાથી ઘણી જ રાહત રહે છે.
૩. હરસમાં વધારે માત્રામાં લોહી પડતું હોય તો
ઇંદ્ર્જળનું ચૂર્ણ ૦|| તોલો છશ સાથે સેવન કરવાથી દુજતા હરસ મટે છે.
૪. હરસ માટે કપાસના મૂળને ચોખાના ઓસામણ અને મધ
મીક્સ કરી સેવન કરવાથી હરસ મટે છે.
૫. સોનેરી પાકેલું કેળું
માખણ સાથે લેવાથી હરસ મટે છે.
૬. પંદર માસ ઢાંકેલું
ચોખ્ખું ઘી હરસ ઉપર લગાડવાથી હરસમાં રાહત થાય છે.
૭. જુના ગોળ સાથે હરડે
લેવાથી પણ હરસ મટે છે.
૮. કાળા તલનો પાવડર બનાવી ગાયના માખણમાં સાકર મેળવી સેવન કરવાથી હરસ મટે છે.
No comments:
Post a Comment