શરીર ની ચરબી ઘટાડવા માટે જાનો આ સરળ આયુર્વેદ ઉપચારો

શરીર ની ચરબી ઘટાડવા માટે જાનો આ સરળ આયુર્વેદ ઉપચારો



ચરબી એ એક મોટી બિમારી સમાન છે. ચરબી વધવાથી ડાયાબીટીસ થવાની શક્યતા વધે છે.હ્યદયને લગતી તકલીફ થવાનો ભય પણ વધે છે અને શરીર બેડોળ દેખાય છે.
        ચરબી થવાનું કારણ તો વંશપરંપરા ઉપર અધારિત છે. બીજું વધારે પ્રમાણમાં તળેલા ખોરાક, ઠંડા પીણાઓ, શ્રમ ન થાય, બેઠાડું જીવન – આ બધું થવાના કારણે ચરબીનું પ્રમાણ વધે છે.
        તેના માટે ખાસ તો રોજ પાંચ કિલોમીટર ચાલવું, આસન, પ્રાણાયામ, નિયમિત કસરત કરવી તેમજ ઘી, મલાઇવાળું દુધ, માખણ, તળેલો ખોરાક, બટેટા વિગેરે બંધ કરી ઉંઘ ઓછી કરવી. પાંચથી છ કલાક ઉંઘ શરીર માટે કાફી છે. દિવસે સુવાથી ચરબી વધે છે. ચરબી ઘટાડવાની ઔષધિઓ નીચે પ્રમાણે છે.
૧.  ત્રિફલા ચૂર્ણનો ઉકાળો મધ ઉમેરી નયણા કોઠે લેવો.
૨.  સવારે ગરમ પાણીમાં બે ચમચી મધ ઉમેરી નવસેકુ સવારે પીવું.
૩. મેદોહટ ગુગડ, અર્મતાદી ગુગડ ગોળી બે-બે ગરમ પાણી સાથે લેવી.
૪.  રોજ સવારે પાંચ વાગ્યે ગરમ પાણી સાથે હરડે એક ચમચી લેવી.
૫.  તજનો ભુક્કો ગરમ પાણી સાથે ઉકાળી તેમાં એક ચમચી મધ ઉમએરી સવારે લેવું.
૬.  એક સાથે વધારે ન લેતા બે-ત્રણ વખત થોડો-થોડો હળવો ખોરોક લેવો.
૭.  બપોરે જમ્યા બાદ મોળી છાશ એક ગ્લાસ લેવી. જમીને ક્યારેય ત્વરીત સુવું નહી.

No comments:

Post a Comment